બટાકાની પાતળભાજી
 • 619 Views

બટાકાની પાતળભાજી

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા,
 • 1 લીંબુ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ, રાઈ, હિંગ
 • વાટવાનો મસાલો –
 • 3 ડુંગળી, 7 કળી લસણ,
 • 3 લીલાં રમચાં, કટકો આદું,
 • 2 ટેબલસ્પૂન દક્ષીણી ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ, ડુંગળીને ગેસ ઉપર જાળી મૂકી શેકવી. કેળાં છોડાં કાઢી, કટકા કરવા. તેમાં કોપરાનું ખમણ, લસણ, આદું-મરચાં, દક્ષિણી ગરમ મસાલો, (રીત મસાલા વિભાગમાં આપેલી છે) અને મીઠું, નાંખી, બારીક મસાલો વાટવો.

Method - રીત

બટાકાને બાફી છોલી, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને આખાં સૂકાં મરચાંના કટકાનો વગાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં બટાકાના કટકા નાંખવા. એકાદ વખત હલાવી તેમાં 1 કપ પાણી, મીઠું, મરચું, હળદર, ખાંડ અને તલ નાંખવા. જાડું રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.