બટાકાનાં પાતરાં
 • 222 Views

બટાકાનાં પાતરાં

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 7 લીલાં મરચાં
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 2 ઝૂડી લીલા ધાણા
 • 500 ગ્રામ મેંદાનો લોટ
 • મીઠું, ખાંડ, તેલ, લીંબુના ફૂલ
 • ચટણી – 50 ગ્રામ સિંગદાણા, 25 ગ્રામ લીલું લસણ, 4 લીલાં મરચાં, થોડા લીલા ધાણા, અાદું, મીઠું અને થોડો ગોળ નાંખી ચટણી વાટવી.

Method - રીત

બટાકાને બાફી, છોલી તેનો માવો બનાવવો. લીલા વટાણાને વરાળથી બાફી, અધકચરા મસળવા. બન્ને ભેગું કરી તેમાં મીઠું, ખાંડ, લીલાં મરચાંના બારીક કટકા, કોપરાનું ખમણ, તલ, ખસખસ (ત્રણે વસ્તુ શેકી ખાંડીને) ગરમ મસાલો, લીંબુનાં ફૂલ અને 1 ઝૂડી લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, કોરા કરી નાંખી, મસાલો તૈયાર કરવો.

મેંદાના લોટમાં મીઠું અને 1 ઝૂડી લીલા ધાણા વાટીને અને 5 મરચાં વાટીને નાંખવાં. પછી તેમાં ઘીનું મોણ નાંખી, કણક બાંધી એકાદ કલાક ઢાંકીને રહેવા દેવી. પછી કેળવી, તેમાંથી મોટી પાતળી રોટલી વણવી, તેના ઉપર લીલી ચટણી ચોપડવી. તેના ઉપર બટાકા-વટાણાનો મસાલો પાથરવો. તેનો સખત વીંટો વાળી, કાપી, કટકા કરવા. પછી ગરમ ઓવનમાં 3500 ફે. તાપે બેક કરવા. સાધારણ બદામી થાય એટલે તેલમાં તળી લેવા.

નોંધ – ઓવનમાં બેક કર્યા વગર પણ કટકાને દાબી, તેલમાં તળી શકાય, પણ તેનાથી તેલમાં થોડો મસાલો છૂટો પડી તેલ બગડે છે.