પોટેટો પલ્સીસ સ્કવેર્સ
 • 341 Views

પોટેટો પલ્સીસ સ્કવેર્સ

Ingredients - સામગ્રી

 • ફિલિંગ માટે –
 • 250 ગ્રામ સૂકા વટાણા (લીલા રંગના)
 • 250 ગ્રામ સફેદ ચોળા (મોટા)
 • 3 લીલાં મરચાં
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન તલ
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, તેલ, ગોળ, અાંબલી, સોડા, હિંગ, રાઈ
 • પડ માટે –
 • 1 કિલો બટાકા
 • 2 બ્રેડની સ્લાઈસ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 લીંબુ
 • મીઠું, ખાંડ –પ્રમાણસર
 • ઉપરના પડની સજાવટ માટે
 • 500 ગ્રામ બટાકા
 • 1 કેપ્સીકમ
 • 1 લીલી ડુંગળી
 • 1/4 ઝૂડી લીલા ધાણા
 • 1 ટીસ્પૂન માખણ
 • 5 કાજુ, 7 દ્રાક્ષ
 • મીઠું, મરચું, લીંબુનો રસ, દળેલ ખાંડ

Method - રીત

વટાણા અને સફેદ ચોળાને રાત્રે પાણીમાં અલગ પલાળી રાખવા. સવારે નિતારી, પાણીમાં થોડો સોડા નાંખી અલગ બાફવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ નાંખી, વટાણા અને ચોળા વઘારવા. તેમાં મીઠું, ગોળ-અાંબલીનું જાડું પાણી, મરચાંના કટકા, ગરમ મસાલો, તલ અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી લેવું. લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારી, તેમાં નાંખીને રગડ તૈયાર કરવું.

બટાકાને બાફી, છોલી, વાટીને માવો કરવો. તેમાં મીઠું, ખાંડ, વાટેલા, અાદું-મરચાં, લીંબુનો રસ અને બ્રેડને પાણીમાં બોળી, પાણી કાઢી, મસળીને નાંખવી. બરાબર હલાવી બટાકાનો માવો તૈયાર કરવો. તેનો જાડો રોટલો થાપી, બેકિંગ ડિશમાં તેલ લગાડી, રોટલો મૂકવો. ઉપર તૈયાર કરેલું રગડ પાથરવું. તેના ઉફર કેપ્સીકમની રિંગ, લીલી ડુંગળીની રિંગ દ્રાક્ષ, કાજુના કટકા અને લીલા ધાણા ભભરાવવા. 500 ગ્રામ બટાકાને બાફી, છોલી, વાટી તેમાં મીઠું, મરચું, લીંબુનો રસ, થોડી દળેલી ખાંડ અને માખણ નાંખી, સારી રીતે મસળી માવો તૈયાર કરવો. સેવના સંચામાં બટાકાનો માવો મૂકી, બટાકાના તૈયાર કરેલા રોટલા ઉપર ગોળાકારમાં સેવ પાડવી. બટાકાના પડ ઉપરનું રગડ બરાબર ઢંકાઈ જાય એવી રીતે સેવ પાડવી. પછી 350 ફે. તાપે પ્રિડીટેડ ઓવનમાં બેક કરવું. બદામી રંગ થાય એટલે કાઢી, ઠંડું પડે એટલે ચોસર કટકા કાપવા. લીલા લસણની દહીંવાળી ચાસણી સાથે પીરસવા.