બટાકાની પૂરી
  • 406 Views

બટાકાની પૂરી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ બટાકા
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 1/2 ટીસ્પૂન અજમાનો પાઉડર
  • ઘઉંનો લોટ – બટાકામાં સમાય તેટલો
  • મીઠું, હળદર, ખાંડ, લીંબુ, તેલ

Method - રીત

બટાકાને બાફી, છોલી, છીણી, માવો બનાવવો. તેમાં મીઠું, હળદર, વાટેલા અાદું-મરચાં, અજમાનો ભૂકો, થોડી ખાંડ, લીંબુનો રસ નાંખી હલાવી, કઠણ કણક બંધાય તેટલો ઘઉંનો લોટ તેલથી મોઈને નાંખવો. પાણી નાંખવાનું નહિં. પછી તેની પૂરી વણી, તેલમાં તળી લેવી. સાથે કોઈ પણ દહીંની ચટણી બનાવવી.