રાઈનો પાઉડર અને ખસખસને વિનેગરમાં પલાળી રાખવાં. બટાકાની કટકીમાં મીઠું, ખાંડ, રાઈનો પાઉડર અને ખસખસ મિક્સ કરી, ફ્રિજમાં ચાર-પાંચ કલાક મૂકી રાખવું. પછી કાકડીનું છીણ (નિચોવેલું) કોબીજ અને લીલી ડુંગળીને સમારી, અંદર નાંખવા. તમાં દહીંનો મસ્કો નાંખી, બરાબર હલાવી, સલાડ ડિશમાં મૂકી, કાજૂના કટકા, દાડમના લાલ દાણા અને લીલા ધાણાથી સજાવટ કરવી.