બટાકા-વાલોળ-ગાજરનું અથાણું
  • 571 Views

બટાકા-વાલોળ-ગાજરનું અથાણું

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ વાલોળ
  • 100 ગ્રામ ગાજર
  • 50 ગ્રામ રાઈનો પાઉડર
  • મીઠું, હળદર, તેલ, ગોળ
  • લીંબુનો રસ - પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, તેના નાના કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, તેમાંનો સફેદ ભાગ કઢી કટકા કરવા. વાલોળની નસ કાઢી કટકા કરવા. પછી, વાલોળ અનેગાજરના કટકાને વરાળથી બાફી, બન્ને શાકને કોરું થવા દેવું. રાઈના પાઉડરને લીંબુના રસમાં ખૂબ ફીણી, ચઢે એટલે મીઠું, હળદર, તેલ અને થોડો કાપેલો ગોળ નાંખી, ફીણી તેમાં ત્રણે શાકના કટકા રગદોળી દેવા.