પોટેટો-વોલનટ સૂપ
 • 513 Views

પોટેટો-વોલનટ સૂપ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ બટાકા
 • 1 ડુંગળી
 • 3 દાંડી સેલરી
 • 100 ગ્રામ અખરોટના કટકા
 • 2 કપ દૂધ
 • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 1 ટેબલસ્પૂન માખણ
 • 3 કપ વ્હાઈટ સ્ટોક
 • 1 કપ ક્રીમ
 • 1/2 ઝૂડી પાર્સલી
 • મીઠું, મરીનો ભૂકો, જાયફળનો પાઉડર

Method - રીત

બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. સેલરીની દાંડી સમારવી. અખરોટના કટકા દૂધમાં ઉકાળવા. દાંડી સમારવી. અકરોટના કટકા દૂધમાં ઉકાળવા. પછી નીચે ઉતારી દૂધ ઠંડું પડે એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરવો.

એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં બટાકા ડુંગળી અને સેલરી નાંખી, સાંતળવું. પછી તેમાં વ્હાઈટ સ્ટોક નાંખી ઉકાળવું. શાક બફાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે લિક્વિડાઈઝડ કરી, સૂપના સંચાથી ગાળી લેવું. સૂપને ઉકાળી તેમાં અખરોટ અને કોર્નફ્લોરવાળું દૂધ નાંખવું. બે-ત્રણ ઉભરા અાવે એટલે ઉતારી, મીઠું, મરીનો ભૂકો અને જાયફળનો પાઉડર નાંખવો. ક્રીમ અને બારીક કાપેલી પાર્સલી નાંખી ગરમ સૂપ આપવો.