પૌઆને ધોઈને થાળીમાં છૂટા રહેવા દેવા. તેમાં રવો નાખી, દહીંથી ખીરું બાધી, 1 કલાક રહેવા દેવા પછી તેમાં મીઠું, હળદર, થોડી ખાંડ, વાટેલાં અાદું-મરચાં, સિંગદાણાનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી, ખીરું તૈયાર કરવું. તેલ લગાડેલી થાળીને ગરમ કરી, તેમાં ખીરું પાથરી ઉપર થોડી મરચાંની ભૂકી છાંટવી, વરાળથી ઢોકળાં બાફી લેવાં. પછી તેના ઉપર કોપરાનું ખમણ, અને લીલા ધાણા ભભરાવવા. તેલમાં રાઈ, હિંગ અને છેલ્લે તલ નાખી વઘાર કરી, કટકા કાપી લેવા.