પુલાવ-ઉંધિયું વેજિટેલબ કરી સાથે
 • 361 Views

પુલાવ-ઉંધિયું વેજિટેલબ કરી સાથે

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ બાસમતી ચોખા
 • 100 ગ્રામ પાપડીના લીલવા
 • 50 ગ્રામ તુવેરના લીલવા
 • 50 ગ્રામ રતાળુ
 • 50 ગ્રામ શક્કરિયાં
 • 50 ગ્રામ બટાકા
 • 50 ગ્રામ ટામેટાં
 • 50 ગ્રામ દહીં
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, તજ, લવિંગ, ગરમ મસાલો
 • લીલો મસાલો – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 50 ગ્રામ શેકેલા સિંગદાણાનો ભૂકો, 5 લીલા મરચાંના કટકા, લીલા ધાણા, લીલું લસણ અને મીઠું નાંખી મસાલો તૈયાર કરવો.
 • દહીં – દહીંમાં મીઠું, ખાંડ અને થોડો જીરુનો ભૂકો નાંખી તૈયાર કરવું.

Method - રીત

ચોખાને થોડીવાર પાણીમાં પલાળી રાખવા. પછી તેમાં મીઠું, હળદર અને પ્રમાણસર પાણી નાંખી, છૂટો ભાત બનાવવો.

પાપડીના લીલવા અને તુવેરના લીલવાને વરાળથી બાફી લેવા. રતાળુ-શક્કરિયાં-બટાકાને છોલી, કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં પાપડીના લીલવા, તુવેરના લીલવા, ટામેટાના કટકા, મીઠું, મરચું, ગરમ મસાલો નાંખી, શાક તૈયાર કરવું.

એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી લસણ નીચે ઉતારી લેવું. તેમાં એક લેયર ભાતરનું કરવું. ઉપર શાકનું લેયર કરી, લીલો મસાલો પાથરી, દહીં છાંટવું, ઉપરનું લેયર ભાતનું રાખી, લીલો મસાલો ભભરાવી થોડી મરચાંની ભૂકી છાંટવી. પછીથી ખૂબ ધીમા તાપ પર મૂકી, પુલાવ બરાબર થઈ જાય એટલે ઉતારી લેવો. તાપ ઉપર કરવાને બદલે ઓવનમાં પણ પુલાવ બનાવી શકાય. વેજિટેબલ કરી સાથે પુલાવ સ્વાદિષ્ટ લાગે છે.