કઠોળનો ચેવડો
  • 299 Views

કઠોળનો ચેવડો

Method - રીત

ફણગાવેલા મગ, ફણગાવેલા મઠ અને ફણગાવેલા મસૂર, દરેક 100 ગ્રામ લઈ તેલમાં અલગ અલગ તળી લેવા. 100 ગ્રામ ચણાની દાળ અને 100 ગ્રામ મગની દાળને પાણીમાં થોડો સોડા નાંખી 6-7 કલાક પલાળી રાખવી. પછી કોરી કરી તેલમાં વારાફરતી તળી લેવી. બધા કઠોળને પેપર નેપકીન પર પાથરી, કોરા કરવા. શિંગદાણાને તેલમાં તળી લેવાં. કાજુને ગરમ તેલમાં નાંખી, તરત કાઢી લેવાં. બધાં કઠોળ બરાબર કોરાં થઈ જાય એટલે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, થોડીક દળેલી ખાંડ, અામચૂર પાઉડર, તલ, ખસખસ, કાજુના કટકા, દ્રાક્ષ અને સિંગદાણા નાંખવા. થોડું તેલ ગરમ કરી તેમાં વરિયાળી, હિંગ અને કઢીપત્તા નાંખી વઘાર કરવો. પછી 100 ગ્રામ ચણાની સેવ નાંખી, હલાવી ચેવડો તૈયાર કરવો.