કઠોળનું નવરત્ન ઊંધિયું
 • 487 Views

કઠોળનું નવરત્ન ઊંધિયું

Ingredients - સામગ્રી

 • સૂકું કઠોળ
 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 100 ગ્રામ ફણગાવેલા મઠ
 • 100 ગ્રામ ફણગાવેલા ચોળા
 • 100 ગ્રામ ફણગાવેલી તુવેર
 • 100 ગ્રામ ફણગાવેલા ચણા
 • લીલા શાક
 • 250 ગ્રામ પાપડી
 • 250 ગ્રામ તુવેરના દાણા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 500 ગ્રામ પાકાં ટામેટા
 • 250 ગ્રામ મેથીની ભાજી
 • 250 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ શક્કરિયાં
 • 100 ગ્રામ રતાળુ
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ કોપરાનું ખમણ
 • 8 લીલા મરચાં, કટકો અાદું
 • 2 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન ખાંડ
 • 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન અનારદાણા, દહીં,
 • ગરમ મસાલો, તેલ, મીઠું, મરચું, હળદર હિંગ, આંબા હળદર.

Method - રીત

ફણગાવેલાં બધા કઠોળને વરાળથી બાફી, મીઠું નાંખવું. પાપડીને ચૂંટી નસ કાઢી કરકા કરવા. તુવેરના લીલવા, લીલા વટાણા, છોલેલા બટાકા, શક્કરિયાંની ચીરીઓ, રતાળુના મોટા કટકા બધું વરાળથી બાફી બધું ભેગું કરી, મીઠું, મરચું, હળદર અને અજમો નાંખી હલાવી તૈયાર કરવું. ટામેટાના બારીક કટકા કરી તેમાં મીઠું અને ખાંડ નાંખવા.

મેંથીની ભાજીને બારીક સમારી, ધોઈ, નિતારી, તેમાં લોટ, મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ અને થોડું દહીં નાંખી તેનાં મૂઠિયાં વાળી, તેલમાં તળી લેવા.

લીલાં મરચાં અને અાદુંને વાટી લેવાં. લીલા ધાણાને ઝીણા સમારી ધોઈ, નિતારી લેવા. ત્રણે વસ્તુ ભેગી કરી, તેમાં કોપરાનું ખમણ, વાટેલા અનારદાણા, થોડી ખાંડ અને મીઠું નાંખી લીલો મસાલો તૈયાર કરવો.

એક તપેલામાં તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, ફણગાવેલા કઠોળમાંથી અડધાં ભાગના કઠોળ વઘારવા. તેના ઉપર ટામેટાના કટકા અને લીલા શાકનું લેયર કરવું. થોડો લીલો મસાલો ભભરાવવો. ફરી તેના ઉપર બાકી રહેલા કઠોળ મૂકવા. તેના ઉપર લીલો મસાલો ભભરાવવો. ફરી તેના ઉપર બાકી રહેલાં કઠોળ મૂકવાં. તેના ઉપર લીલો મસાલો અને શાક મૂકવા. અામ ઉપરાઉપરી લેયર કરવું. ઉપર મેથીની ભાજીના મૂઠિયાં ગોઠવવાં. તેના ઉપર કેપ્સીકમની ચીરીઓ અને આંબા હળદરની કતરી મૂકવી. તાપ ધીમો રાખવો. બરાબર ઊંધિયું સિઝાઈ જાય એટલે ઉતારી, લીલા ધાણા ભભરાવવા.