કઠોળનું અથાણું
  • 173 Views

કઠોળનું અથાણું

Ingredients - સામગ્રી

  • 2 કિલો કેરી – રાજાપુરી
  • 600 ગ્રામ મેથીનો મસાલો
  • 100 ગ્રામ મીઠું, કેરી અથવા માટે
  • 100 ગ્રામ આખી મેથી
  • 100 ગ્રામ ચણા
  • 100 ગ્રામ મગ
  • 100 ગ્રામ મઠ
  • 100 ગ્રામ લીલા રંગના વટાણા
  • મીઠું, હળદર, તેલ – પ્રમાણસર

Method - રીત

1 કિલો કેરીને ધોઈ, છોલી, કટકા કરવા. મીઠું અને હળદરમાં રગદોળી, કટકા એક દિવસ અાથી રાખવા.

1 કિલો કેરીને છોલી, છીણી લેવી. છીણમાં થોડું મીઠું અને થોડી હળદર નાંખી, પાણી કાઢી તેામં મેથીનો મસાલો ભેળવી દેવો. મેથી અને બદાં જ કઠોળને ખાટા પાણીમાં એક દિવસ અાથી રાખવાં. ફૂલી જાય એટલે કપડા ઉપર બધું કોરું કરવું.

એક થાળીમાં કેરીના કટકા લઈ, તેમાં તેલ નાંખવું. પછી તેમાં મસાલો નાંખી, હલાવી બરણીમાં ભરવું. કઠોળને તેલમાં રગદોળી, મસાલો નાંખી, હલાવી, કેરીના ચીરિયાં અને કઠોળનો થર કરવો. ઉપર કેરીનાં ચીરિયાંનો થર અાવે તેમ ભરવું. વધેલો મસાલો ઉપર પાથરી દેવો. બીજે દિવસે અથાણું ડૂબે તેલું તેલ નાંખવું.