પલ્સીસ સલાડ
 • 307 Views

પલ્સીસ સલાડ

Ingredients - સામગ્રી

 • 50 ગ્રામ ફણગા ફોડેલા મગ
 • 50 ગ્રામ ફણગા ફોડેલા ચોળા
 • 50 ગ્રામ કોબી
 • 2 ગાજર
 • 2 કાકડી
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 122 ઝૂડી લીલા ધાણા
 • 1 કપ મેક્સિકન ડ્રેસિંગ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 2 લીલી ડુંગળી
 • 2 કેપ્સીકમ
 • મીઠું, મરીનો ભૂકો, ખાંડ - પ્રમાણસર

Method - રીત

મગ અને ચોળાને રાત્રે પાણીમાં અલગ પલાળવા. સવારે કપડામાં જુદા બાંધી, ઉપર વજન મૂકવું. 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી ચોળાને વરાળથી કડક બાફવા. કોબીને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. 1 ગાજરને ચોલી, વચ્ચેનો સફેદ – લીલો ભાગ કાઢી, છીણવું. 1 ગાજરનાં ગોળ પૈતાં કરવાં. 1 કાકડીનું છીણ કરવું અને 1 કાકડીને છોલી પૈતાં કરવાં. પછી મગ, ચોળા, કોબીજ, ગાજરનું છીણ, કાકડીનું છીણ, મીઠું, ખાંડ, મરીનો પાઉડર, અાદુનું છીણ, મરચાંના કટકા અને થોડા લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા. તેમાં મેક્સિકન ડ્રેસિંગ નાંખી, હલાવી, સલાડ-પ્લેટમાં ભરી, ઉપર કાકડીનાં પૈતાં, ગાજરનાં પૈતાં, નાળિયેરનું ખમણ, લીલી ડુંગળીનું રિંગ અને કેપ્સીકમની રિંગથી સજાવટ કરી, ફ્રિજમાં મૂકી ઠંડું કરવુ.