કઠોળની થાળીપીઠ
 • 295 Views

કઠોળની થાળીપીઠ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ફણગાવેલ મગ
 • 100 ગ્રામ અડદની દાળ
 • 100 ગ્રામ ચણાની દાળ
 • 50 ગ્રામ મગની દાળ
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 12 નાની ઝૂડી લીલા ધાણા
 • 1 ટીસ્પૂન મસાલો
 • મીઠું, તેલ
 • સજાવટ માટે
 • 500 ગ્રામ દહીં
 • 5 ટેબલસ્પૂન લીલી ચટણી
 • 1 ટીસ્પૂન જીરુંનો ભૂકો
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 5 તળેલા પાપડ
 • મીઠું, લાલ મરચાંની ભૂકી.
 • દહીં – દહીંમાથી પાણી કાઢી, વલોવી, તેમાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખી હલાવી તૈયાર કરવું.
 • લીલી ચટણી – લીલા ધાણા, લીલુ લસણ, લીલાં મરચાં, અાદું, સિંગદાણા, મીઠું અને થોડો ગોળ નાંખી વાટી, 5 ચમચા લીલી ચટણી બનાવવી.

Method - રીત

અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળવી. સવારે નિતારી, બારીક વાટવી, ફણગાવેલા મગને વરાળથઈ બાફી લેવા. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું, ગરમ મસાલો અને વાટેલાં અાદું – મરચાં નાંખી 2 કલાક રાખી મૂકવું. તેમાં લીલા ધાણા સમારી, ધોઈ કોરા કરી નાંખી, જાડું ખીરું તૈયાર કરવું. નોનસ્ટીક અથવા ફ્લેટ તવા ઉપર થોડું તેલ મૂકી ખીરામાંથી પૂરી જેટલો નાનો જાડો પૂડો પાથરવો. તેલ મૂકી બન્ને બાજુ બદામી કલરનો થાય એટલે ઉતારી લેવો.

એક ડીશમાં પૂડા ગોઠવી, તેના ઉપર દહીં અને લીલી ચટણી પાથરવી. ઉપર તળેલા પાપડનો ભૂકો ભભરાવવો. પછી લીલા ધામા અને ચપટી લાલ મરચું છાંટી સજાવટ કરવી.