ચોખા, મગની દાળ, ચણાની દાળ, અને અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે નિતારી, મિક્સરમાં વાટી લેવી. તેમાં મીઠું અને વાટેલો મસાલો નાંખી, ખીરું બનાવવું. તેને સાધારણ ફીણી, તવા ઉપર ઘી મૂકી, પૂડો પાથરવો. બન્ને બાજુ ઘીમાં બદામી રંગનો તળી ઉતારી લેવો. કેચપ સાથે પીરસવો.