પૂરણપોળી (મહારાષ્ટ્રીયન વાનગી)
  • 495 Views

પૂરણપોળી (મહારાષ્ટ્રીયન વાનગી)

ચણાની દાળને ધોઈ, બાફી લેવી. પછી તેને વાટી લેવી. એક તપેલીમાં ચણાની દાળ, કાપેલો ઝીણો ગોળ અને ખાંડ નાંખી, તાપ ઉપર મૂકવું. સતત હલવાતા રહેવું જેથી ચોંટે નહિં.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચણાની દાળ
  • 250 ગ્રામ ગોળ
  • 250 ગ્રામ ખાંડ
  • 25 ગ્રામ કોપરાનું ખમણ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 250 ગ્રામ મેંદો
  • 250 ગ્રામ ઘઉંનો લોટ
  • ઘી, તેલ, ચપટી મીઠું

Method - રીત

ચણાની દાળને ધોઈ, બાફી લેવી. પછી તેને વાટી લેવી. એક તપેલીમાં ચણાની દાળ, કાપેલો ઝીણો ગોળ અને ખાંડ નાંખી, તાપ ઉપર મૂકવું. સતત હલવાતા રહેવું જેથી ચોંટે નહિં. ઘટ્ટ થાય એટલે ઉતારી હલાવતા રહેવું જેથી ચોંટે નહિ. ઘટ્ટ થાય એટલે ઉતારી કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં ચપટી મીઠું નાંખી, ચાળવો. તેમાં તેલનું મોણ નાંખી, કણક બાંધવી. કણક બાંધવી. કણક ઉપર ભીનો રુમાલ પાથરી, એખ કલાક રહેવા દેવી. પછી સારી રીતે કેળવવી. તેમાંથી રોટલી વણી, તેમાં પૂરણ મૂકી, ગોળ વાળી, પાતળી પૂરણપોળી વણી, મોટા સપાટ નવા ઉપર શેકવી. બંને બાજુ બદામી થાય એટલે ઉતારી, ઘી ચોપડી, ચાર પડી વાળવી.

નોંધ – અા પૂરણપોળી ખૂબ પાતળી અને મોટી હોવાથી બીજી બાજુ ફેરવતી વખેત તૂટી જવાનો સંભવ રહે છે. તેથી ઢાંકણને ઊંધું પાડી, તેના ઉફર સરકાવી, પછી બીજી બાજુ ઊથલાવવી. મોટા સપાટ તવાને બદલે માટલાના પાછળના તૂટેલા ભાગ ઉપર પણ મોટી પૂરણપોળી શેકી શકાય છે.