પૂરી-કચોરી
 • 129 Views

પૂરી-કચોરી

Ingredients - સામગ્રી

 • સ્ટફિંગ માટે -
 • 250 ગ્રામ મગની દાળ, 3 લીલાં મરચાં,
 • કટકો અાદું, 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 4 ટેબલસ્પૂન કોપરાનું ખમણ, 1 લીંબુ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ – પ્રમાણસર
 • પડ માટે –
 • 250 ગ્રામ ઘઉંનો લોટ
 • 250 ગ્રામ મેંદો મીઠું, ચોખાનો લોટ
 • ઉપર મૂકવા માટે –
 • 100 ગ્રામ ઝીણી સેવ, 100 ગ્રામ બાફેલા બટાકાના કટકા
 • 2 ડુંગળીનું કચુંબર
 • ગળી ચટણી અને લસણની લીલી ચટણી

Method - રીત

મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈ, નિતારીને વાટવી. એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખી દાળ વઘારવી.તેમાં મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. બફાય એટલે વાટેલાં અાદું-મરચાં, તલ, થોડી ખાંડ, ગરમ મસાલો નાંખી, ઉતારી કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

ઘઉંના લોટને મેંદાની ચાળણીથી ચાળી, તેમાં મેંદો, મીઠું અને ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધી, બે કલાક રહેવા દેવી. પછી ખાંડી, કેળવી, પાતળો રોટલો બનાવવો. તેના ઉપર ગરમ ઘી લગાડી, ઉપર ચણાનો લોટ ભભરાવી, વીંટો વાળવો. તેના કટકા કાપી, તેની પૂરી વણવી. ઉપર મગની દાળનું પૂરણ ભરી કચોરી વાળવી. પછી તેની જાડી પૂરી વણી, ડ્લાડમાં તળી લેવી. ઠંડી પડે એઠલે ડિશમાં બે પૂરી મૂકી ફોડી અંદર બાફેલા બટકાના કટકા, ડુંગળીનું કચુંબર, ચણાની સેવ નાંખી ઉપર 2 ચમચી ગળી ચટણી અને 1 ચમચી લસણની ચટણી નાંખવી.

ગળી ચટણી - અાંબોળિયાંને ધોઈ, પાણીમાં બાફવા. ખૂબ મીણ જેવાં બફાય એટલે સૂપના સંચામાં લાળી, તેમાં ગોળ, મીઠું, તજ-લવિંગનો ભૂકો, જીરુંનો ભૂકો અને મરીનો ભૂકો નાખી હલાવી જાડી રસાદાર ચટણી બનાવવી.

2    લસણની ચટણી – લીલું લસણ, અાદું, લીલાં મરચાં, દાળિયા, મીઠું અને ગોળ નાંખી, વાટી થોડુ પાણી નાંખી, રસાદાર ચટણી બનાવવી.