મૂળાની ભાજીને ઝીણી સમારવી. પછી ધોઈ, નિતારી, તેમાં ચણાનો લોટ, મીઠું, હળદર, તલ, મેથીનો સંભાર, અથાણાનો રસો અને તેલનું મોણ નાંખી બધું ભેગું કરી, તેનાં નાનાં મૂઠિયાં બનાવી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે મૂઠિયાં મૂકવાં. ઢાંકણા ઢાંકી ધીમો તાપ રાખવો. રતાશ પડતાં થાય એટલે ઉતારી લેવાં.