રગડા પેટીસ
 • 454 Views

રગડા પેટીસ

Ingredients - સામગ્રી

 • રગડા માટે
 • 250 ગ્રામ સફેદ મટર
 • 100 ગ્રામ સિંગદામા
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 4 લીલાં મરચાં, 2 કટકા અાદું
 • 4 ટેબલસ્પૂન ગોળ-અાંબલીનો જાડો રસ
 • 100 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ ટામેટાં
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 100 ગ્રામ ડુંગળી
 • 50 ગ્રામ કોપરાનું ખમણ
 • મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ – પ્રમાણસર
 • પેટીસ માટે -
 • 1 કિલો બટાકા
 • 2 લીલાં મરચાં, કટકો અાદું
 • 50 ગ્રામ અારારુટ
 • મીઠું – પ્રમાણસર
 • ચટણી – 25 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ લીલા ધામા, 3 લીલાં મરચાં, કટકો અાદું, 25 ગ્રામ ચણાના દાળિયા, થોડો ગોળ અને મીઠું નાખી, વાટી પાતળી રસાદાર ચટણી બનાવવી.

Method - રીત

રગડા – સફેદ મટરને નવશેકા પાણીમાં રાત્રે પલાળી રાખવા. સવારે થોડા સોડા નાંખી કૂકરમાં બાફી લેવાં. એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ-હિંગ નાંખી, બાફેલા મટર વઘારવા. તમાં મીઠું, મરચું, હળદર, સિંગદાણાનો મશીનથી કરેલો બારીક ભૂકો, તલ, ગરમ મસાલો, ધાણાજીરું, વાટેલાં અાદું-મરચાં અને ગોળ-અાંબલનો જાડો રસ નાંખવો. 1 કપ પાણી નાંખી ઉકાળવું. જાડું રસાદાર થાય એટલે ઉતારી, બટાકાને બાફી, છોલી બારીકકટકા, ટામેટાના બારીક કટકા અને લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારી નાંખવા.

પેટીસ – બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં મીઠું, વાટેલાં અાદુ-મરચાં અને અારારુટ નાંખી, બરાબર મિક્સ કરી, બટાકાની કણકમાંથી પાન અાકારની પેટીસ બનાવી તવા ઉપર તેલથી બદામી રંગની તળી લેવી.

એક ડીશમાં બે પેટીસ મૂકી, ઉપર ગરણ રગડો નાંખી, ડુંગળીનું બારીક કચુંબર અને કોપરાનું ખમણ નાંખવું. ઉપર બે ચમચી લીલી ચટણી નાંખવી.