રાઈના ડાળાં
  • 330 Views

રાઈના ડાળાં

Ingredients - સામગ્રી

  • 2,1/2 કિલો ડાળાં
  • 250 ગ્રામ ખાંડેલી રાઈ
  • મીઠું, હળદર, ગોળ, તેલ, ખાટું પાણી

Method - રીત

ડાળાંને છોલી, કુમળા ભાગના બારીક કટકા કરવા. તેને એક દિવસ ખાટા પાણીમાં અાથી રાખવાં. પછી કપડા ઉપર કોરાં કરવા. ખાંડેલી રાઈને કેરીના ખાટા પાણીમાં ખૂબ ફીણવી. બરાબર ચઢે એટલે તેમાં મીઠું, હળદર, કાપેલો ગોળ અને તેલ નાંખી, ફીણી, અંદર ડાળાં રગદોળવા. પછી બરણીમાં ભરી લેવાં.

નોંધ – કેરીને છોલી, તેનું છીણ કરી, તેમાં મીઠું નાંખી થોડીવાર રહેવા દેવું. પછી નિચોવી તેનું પાણી કાઢવું. અા ખાટા પાણીથી રાઈને ફીણવી. જે કેરીનું છીણ રહે તેનો છૂંદો બનાવી દેવો.