રેનબો સલાડ
 • 459 Views

રેનબો સલાડ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ મોગરી – બારીક સમારી (જામળી)
 • 100 ગ્રામ કાકડીનું છીણ (નીલો)
 • 100 ગ્રામ મૂળાનું છીણ (સફેદ)
 • 100 ગ્રામ લીલા ધાણા બારીક સમારી (લીલો)
 • 100 ગ્રામ કાચા પપૈયાનું છીણ – તેલ
 • હળદરથી વઘારી (પીળો)
 • નંગ-2 નારંગી (નારંગી)
 • નંગ-1 બીટનું છીણ (લાલ)
 • મીઠું, મરીનો ભૂકો, લીંબનો રસ
 • સજાવટ –
 • 3 ટામેટા, 2 ગાજર
 • નાળિયેરનું ખમણ, દાડમના દાણા

Method - રીત

ગોળ સલાડ ટ્રેમાં વચ્ચેના એક ઈંચના ગોળાકારમાં નાળિયેરનું ખમણ પાથરવું. તેની અાજુબાજુ ગોળાકારમાં એક પછી એક જુદા જુદા પટ્ટામાં મોગરી, કાકડી, મૂળા, લીલા ધાણા અને પપૈયાનું છીણ પાથરવું. ત્યારબાદ ફોલીને છૂટી કરેલી નારંગીની પેશીઓ અને છેલ્લે બીટનું છીણ પાથરવું અાવી રીતે રેનબો સલાડ તૈયાર કરી ઉપર મીઠું, મરીનો ભૂકો અને લીંબનો રસ છાંટવો. તેના ઉપર સુશોભન માટે ટામેટાની ગોળ સ્લાઈસ અને ગાજરની પાતળી ચીર થોડા થોડા અંતરે કિનાર ઉપર ગોઠવી દેવી. ઉપર થોડા દાડમના દાણા નાંખી રેફ્રિજરેટરમાં મૂકી સલાડ ઠંડું કરી ઉપયોગ કરવો.