રેન્બો સેન્ડવિચ
 • 122 Views

રેન્બો સેન્ડવિચ

Ingredients - સામગ્રી

 • 1 પેકેટ સેન્ડવિચ બ્રેડ
 • 250 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 200 ગ્રામ ચણાનો લોટ
 • 2 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 1 લીંબુ, 1 ગાજર
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરુ
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ - પ્રમાણસર

Method - રીત

બટાકા અને વટાણાને વરાળથી બાફી, વાટી, માવો બનાવવો. એખ તપેલીમાં થોડું તેલ મૂકી, થોડી હિંગ નાંખી, બટાકા-વટાણાનો માવો વઘારવો. તેમાં મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, ગરમ મસાલો, તલ, ધાણાજીરું, કોપરાનું ખમણ અને ગાજરનું છીણ નાંખી, હલાવી ઉતારી લેવું. પછી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

લાલ કિનાર કાઢી બ્રેડની સ્લાઈસ લઈ, તેના ઉપર લીલી ચટણી ચોપડવી. તેના ઉપર બટાકા-વટાણાનો માવો મૂકવો. તેના ઉપર બ્રેડની બીજી સ્લાઈસ લાલ ચટણી લગાડી મૂકવી. લાલ ચટણી નીચે રહે તેમ સ્લાઈસ મૂકવી. પછી તેના બે ત્રિકોણ કટકા કરવા. ચણાના લોટમાં મીઠું, નાંખી, પાતળું ખીરું બનાવી તેમાં સેન્ડવિચ બોળી, તેલમાં તળી લેવી. ટોમેટો સોસ સાથે પીરસવી.

લીલી ચટણી – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 2 લીલાં મરચાં, કટકો અાદું, 25 ગ્રામ લીલું લસણ, 1 નાની ઝૂડી લીલા ધાણા, મીઠું અને ગોળ નાંખી, વાટી, લીલી ચટણી બનાવવી.

લાલ ચટણી – 25 ગ્રામ પાકા કોઠાનો ગલ, 7 કળી સૂકું લસણ, 1 ચમચો જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, મીઠું અને 25 ગ્રામ ગોળ નાંખી, વાટી, લાલ ચટણી બનાવવી.