રેઈનબો વડાં વીથ
 • 311 Views

રેઈનબો વડાં વીથ

Ingredients - સામગ્રી

 • પહેલા પડ માટે –
 • 250 ગ્રામ ચણાનો લો
 • 1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
 • 1 ટેબલસ્પૂન તેલ
 • મીઠું, મરચું, ચમટી સોડા, તળવા માટે તેલ ચણાના લોટમાં મીઠું, ઘઉંનો લોટ, મરચું, ચપટી સોડાં અને તેલનું મોણ નાંખી સારી રીતે ફીણી ભજિયા જેવું ખીરું તૈયાર કરવું.
 • બીજા પડ માટે –
 • 750 ગ્રામ બટાકા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટીસ્પૂન ખાંડ, 1 લીંબું
 • મીઠું – પ્રમાણસર
 • બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું ખાંડ, વાટેલા અાદું-મરચાં અને લીંબુનો રસ નાંખી, કેળવી કણક તૈયાર કરવી.
 • ત્રીજા પડ માટે –
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1 ટીસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન તેલ
 • 1/2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
 • મીઠું, તેલ, તજ, લવિંગ
 • લીલા વટાણાને મિક્સરમાં વાટી લેવા. એક વાસણમાં થોડું તેલ મૂકી તજ-લવિંગનો વઘાર કરી વટાણાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાખી ધીમા તાપે બફાય એટલે તેમાં ખાંડ, તલ, વાટેલાં અાદું-મરચાં, તજ-લવિંગ-મરીનો ભૂકો અને કોપરાનું ખમણ નાખી, ઉતારી લીલા ધાણા અને લીંબુનો રસ નાખવો.
 • ચોથા પડ માટે –
 • 200 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ટીસ્પૂન પનીર
 • 1 ટીસ્પૂન ટોમેટો કેચપ
 • 1 ટીસ્પૂન ખાંડ, 12 ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી,
 • મીઠુ – પ્રમાણસર
 • નાળિયેરના ખમણમાં મીઠું, ખાંડ, મરચું, પનીર અને ટોમેટો કેચપ નાંખી, સાધારણ ગરમ કરી, મસળી નાની ગોળી બનાવવી.

Method - રીત

બટાકાની કણકમાંથી મોટી પૂરી બનાવવી. તેના ઉપર વટાણાનો મસાલો પાથરવો. તેના ઉપર નાળિયેરના ખમણની ગોળી મૂકી, બરાબર બંધ કરી, ગોળ વાળવાં. પછી દાબી, ચણાના લોટના ખીરામાં બોળી તેલમાં તળી લેવા.

એક બાઉલમાં વડાં મૂકી, રવૈયા જેમ કાપવા જેથી ચાર કલર દેખાશે. તેના ઉપર કોકોનટ સોસ રેડી પીરસવા.