રાયતી કેરી
  • 438 Views

રાયતી કેરી

Ingredients - સામગ્રી

  • 5 કિલો કેરી - રાજાપુરી
  • 500 ગ્રામ ખાંડેલી રાઈ
  • 2,1/2 કિલો ગોળ
  • 250 ગ્રામ ખારેક
  • 50 ગ્રામ મરી
  • 50 ગ્રામ વરિયાળી (છડેલી)
  • મીઠું, હળદર, તલનું તેલ - પ્રમાણસર

Method - રીત

પીળાશ પડતી કેરીને છોલી, ધોઈ, તેની ચીરીઓ કરવી. મીઠામાં ચીરીઓ રગદોળી, તપેલીમાં ભરી, એક રાત અાથી રાખવી. બીજે દિવસે કપડા ઉપર કોરી કરવી. પછી ખાંડું પાણી લઈ, તેમાં ખાંડેલી રાઈને ખૂબ ફીણવી. બરાબર ચઢે એટલે તેમાં મીઠું, હળદર, ચપ્પુથી કાપેલો ઝીણો ગળ અને તેલ નાંખી, ફરી ફીણી, તેમાં ચીરીઓ રગદોળવી. ખારેકને ખાટા પાણીમાં એક દિવસ અાથી, કોરી કરી, તેમાંથી બી કાઢી, કટકા કરી નાંખવા. મરી અને વરિયાળી (છડેલી) અંદર નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવી.