કોળાનું રસાદાર શાક
 • 189 Views

કોળાનું રસાદાર શાક

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ દૂધી,
 • 200 ગ્રામ સૂરણ
 • 200 ગ્રામ ગવારસિંગ
 • 500 ગ્રામ લાલ કોળું
 • 50 ગ્રામ સિંગદાણા
 • 1 ટેબલસ્પૂન ધાણાજીરું,
 • 1 ટેબલસ્પૂન તલ
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 122 કપ ગોળ-આબલીનું પાણી
 • 200 ગ્રામ ચણાનો લોટ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ, આખાં મરચાં

Method - રીત

એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ, અને મરચાંના કટકા નાંખી, પાણી વઘારવું. ઉકળે એટલે દૂધીના કટકા, સૂરણના કટકા અને ગવારસિંગના કટકા નાંખવાં. શાક અડધું બફાય એટલે કેળાના કટકા અને સિંગદાણાને શેકી, છોડાં કાઢીને નાંખવા. બધુ શાક બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, તલ, વાટેલાં આદું-મરચાં, અને ગોળ-આબલીનું પાણી નાખવું. ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. 1 ચમચો ગરમ તેલ નાંખી તેનાં ભજિયાં તળી શાકમાં નાંખવા. ભજિયાં પોચાં થાય એટલે ઉતારી લીલા ધાણા નાંખવા. (આ શાક નવરાત્રિમાં શ્રી માતાજીના નૈવેદ્યમાં બનાવવામાં આવે છે.)