રસાદાર રવૈયાં
  • 338 Views

રસાદાર રવૈયાં

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ પાકાં ટામેટાં
  • 200 ગ્રામ નાના બટાકા
  • 200 ગ્રામ પરવળ (નાના)
  • 200 ગ્રામ ટીંડોરાં (કુમળાં)
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ધાણાજીરું,
  • 1 ટેબલસ્પૂન ખાંડ
  • મીઠું, મરચું, હળદર, તેલ, તજ, લવિંગ
  • વાટવાનો મસાલો – 200 ગ્રામ નાળિયેરનું ખમણ, 100 ગ્રામ શિંગદાણા, 25 ગ્રામ લીલું લસણ, 5 લીલાં મરચાં, કટકો અાદું, 1 ટેબલસ્પૂન તલ, 1 ઝૂડી લીલા ધાણા બધું ભેગું કરી, થોડું પાણી નાંખી વાટવું.

Method - રીત

ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ બનાવવો. બટાકા છોલી, ધોઈ રવૈયાં જેમ કાપવાં. પરવળ અને ટીંડોરાને કાપી ત્રણ શાકમાં વાટેલો મસાલો ભરવો.

એખ તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી ત્રણે શાક વઘારવાં. ઢાંકણ ઢાંકી, ઉપર પાણી મૂકી, તાપ ખૂબ ધીમો રાખવો. સાધારણ કડક થવા અાવે એટલે ઢાંકણમાં રાખેલું ગરમ પાણી નાંખવું. બરાબર બફાય અને ઉપરથીકડક થાય એટલે ટામેટાંનો સૂપ, મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ અને વધેલો વાટેલો મસાલો નાંખવો. ખદખદે અને જાડો રસો થાય એટલે ઉતારી લીલા ધાણા ભભરાવવા.