તાંદળજાની ભાજીને ઝીણી સમારી, ધોઈ, નિતારવી. એક તપેલીમાં તેલ મૂકી, મેથીનો અધકચરો ભૂકો, રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વઘાર કરી, વઘારવી. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું અને થોડું પાણી નાંખવું. ભાજી બફાય એટલે 1 ચમચી ચણાનો લોટ પાણીમાં મિક્સ કરી નાંખવો. પછીથી ગોળ-આબલીનું જાડું પાણી નાંખવું. ચણાના લોટમાં મીઠું હળદર, મરચું, તલ અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. 1 ચમચો ગરમ તેલ નાંખી, નાનાં ભજિયાં તેલમાં તળી, શાકમાં નાંખવાં. ભજિયાં પોચાં થાય એટલે ઉતારી લેવું.
આવી રીતે પાલકની ભાજી અને તાંદળજાની ભાજીનું ભેગું શાક થઈ શકે.