આખા બટાકાનું રસાદાર શાક
 • 626 Views

આખા બટાકાનું રસાદાર શાક

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ નાના લંબગોળ બટાકા (બટાકી)
 • 1 લીંબુ, 1/2 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન તલ
 • મીઠું, હળદર, મરચું, ખાંડ,
 • ધાણાજીરું, તેલ, રાઈ, હિંગ
 • વાટવાનો મસાલો –
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 50 ગ્રામ શિંગદાણા, 4 લીલાં મરચાં, 3 કટકા આદું, 7 કળી લસણ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો બધું ભેગું કરી વાટવું.
 • ઉપર નાંખવા માટે – 1 કપ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, જીરુંનો પાઉડર

Method - રીત

નાના બટાકાને છોલી, તેમાં બારીક કાણાં પાડી, તેલમાં તળી લેવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગનો વઘાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં 2 કપ પાણી નાંખવું. ઉકળે એટલે તેમાં તળેલા બટાકા મૂકવા. બટાકા પોચા થાય એટલે મીઠું, મરચું, હળદર, ખાંડ, ધાણાજીરું અને તલને શેકી અધકચારાં ખાંડી નાંખવા. રસાદાર થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે બાઉલમાં શાક કાઢી તેના ઉપર કોપરાનું ખમણ, લીલા ધાણા અને દહીંના મસ્કામાં મીઠું, ખાંડ અને જીરુંનો પાઉડર મિક્સ કરી, 1 ચમચો દહીં નાંખવું.