રસવડી (મહારાષ્ટ્રીયન વાનગી)
 • 368 Views

રસવડી (મહારાષ્ટ્રીયન વાનગી)

Ingredients - સામગ્રી

 • 1 વાડકી ચણાનો લોટ
 • 1, 1/2 વાડકી પાણી
 • 1/2 વાડકી ખાટી છાશ
 • 2 લીલાં મરચાં, કટકો અાદું
 • તેલ, મીઠું, મરચું, હળદર, થોડા લીલા ધાણા, હિંગ
 • કોપરાનું ખમણ, તલ
 • લો –
 • 25 ગ્રામ સૂકું કોપરું
 • 3 ડુંગળી, 7 કળી લસણ
 • 3 ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 1 મોટો કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, હળદર, થોડી ખાંડ

Method - રીત

એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી પાણી-છાશ વગારવાં. તેમાં મીઠું, મરચું, હળદર, વાટેલાં અાદું-મરચાં અને થોડા લીલા ધાણા નાંખવા. પાણી બરાબર ઉકળે ેટલે તેમાં ચણાનો લોટ દીમે ધીમો નાંખવો. ગાંઠા પડે નહિ તેની કાળજી રાખવી. તાપ ધીમો રાખવો. કઠણ થાય એટલે ઉતારી, તેમાંથી 1 ચમચો લોટ બાજુએ કાઢી લઈ થાળી ઉંધી પાડી તેના ઉપર તેલ લગાડી રોટલો થાપવો. ઉર તલ અને કોપરાનું ખમણ દાબી દેવા. બિસ્કિટ કટરથી ગોળ ટકકા કાપવા અથવા નાના ચોરસ કાપવા.

રસો – ડુંગળીને ગેસ ઉપર મૂકી શેકવી. ઉપર કાળુ પડ કાઢી, તેના કટકા કરવા. કોપરાના કટકા કરી, તેલમાં સાંળી લેવા. બન્ને વસ્તુ ભેગી કરી, તેમાં લસણની કળી, મીઠું, મરચું, હળદર, થોડી ખાંડ, દક્ષિણી ગરમ મસાલો, તલ, ખસખસ, અાદું અને લીલા ધાણા નાંખી મસાલો વાટવો.

એક તપેલીમાં તેલ ગરમ મૂકી, ગરમ થાય એટલે વાટેલો મસાલો સાંતળવો. સુગંધ અાવે એટલે તેમાં અલગ કાઢેલો બાફેલો ચણાનો લોટ પાણીમાં બરાબર મિક્સ કરી નાંખવો. ઉકળે અને જાડું રસાદાર થાય એટલે ઉતારી લેવું. એક બાઉલમાં વડી મૂકી, તેના ઉપર રસો નાંખી પીરસવું.