રવાની બરફી
  • 450 Views

રવાની બરફી

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઊકળવા મૂકવું. તેમાં 1 ચમચો દૂધ નાંખી, મેલ તરી અાવે તે કાઢી લેવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી, તેમાં રવો, માવો, ગુલાબી રંગ અને એસેન્સ નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી.

Ingredients - સામગ્રી

  • 11/2 વાડકી રવો
  • 1/2 વાડકી માવો
  • 1 વાડકી ખાંડ
  • ઘી, વેનિલા એસેન્સ, ગુલાબી રંગ, દૂધ
  • બદામ, ચારોળી, કાજુ - પ્રમાણસર

Method - રીત

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. એક વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઊકળવા મૂકવું. તેમાં 1 ચમચો દૂધ નાંખી, મેલ તરી અાવે તે કાઢી લેવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી, તેમાં રવો, માવો, ગુલાબી રંગ અને એસેન્સ નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઉપર છોલેી બદામની કતરી, કાજુની કતરી અને ચારોળીથી સજાવટ કરવી.

નોંધ – બીટના કટકા કરી, સૂકવી, તેનો પાઉડર બનાવી, ગુલાબી ફુડ કલર બનાવી વાપરી શકાય તો વધેરા સારુ.