રવામાં મીઠું, બેકિંગ પાઉડર, દહીં, ખાંડ, ચપટી સોડા અને તેલનું મોણ નાંખી નવશેકા પાણીથી ખીરું બાંધવું. ખીરું સારું ફીણીને ઢાંકણ ઢાંકી, પાંચ-સાત કલાક અાથી રાખવું. પછી તેમાં બાફેલા લીલા વટાણા નાળિયેરનું ખમણ, દ્રાક્ષ, કાજુની કટકી અને લીલા ધાણા નાંખવા. છીછરી વાડકીમાં તેલ લગાડી, ખીરું ભરી, વરાળથી વાડકીઓ બાફી લેવી. બરાબર ફૂલીને ખીરી જાય એટલે વાડકીઓ કાઢી લેવી. તદ્દન ઠંડી પડે એટલે ચપ્પુથી અાજુબાજુની કિનાર ઉખાડી વાડકી ઊંધી પાડવી, તેથી અાખા બન્સ નીકળશે. પછી તવા ઉપર તેલ મૂકી બન્ને બાજુ બદામી રંગના તળવા. ટોમેટો સોસ સાથે પીરસવા.