રવાનો લાડુ
  • 437 Views

રવાનો લાડુ

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે ઉતારી, 1 ચમચો દૂધ છાંટી થોડી વાર દાબી રાખવો, જેથી ખાલી જશે.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ રવો
  • 100 ગ્રામ ઘી
  • 2 ટેબલસ્પૂન દૂધ
  • 250 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • 50ગ્રામ નાળિયેરનું ખમણ
  • એલજી, લાલ દ્રાક્ષ – પ્રમાણસર

Method - રીત

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે ઉતારી, 1 ચમચો દૂધ છાંટી થોડી વાર દાબી રાખવો, જેથી ખાલી જશે.

એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી ઊકળવા મૂકવું. દૂધ-પાણી નાંખી મેલ કાઢવો. ચાસણી અઢીતારી (ગોળી વળે તેવી) થાય એટલે ઉતારી, થોડી વાર ઘૂંટવી. પછી રવો, લાલ દ્રાક્ષ, માવો, ગીમાં સાધારણ શેકેલું નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો નાંખી તેના લાડુ બનાવવા.