એક વાસણમાં રવો, ચણાનો લોટ, ડુંગળીનું કચુંબર, ગાજરનું છીણ, બાફેલા વટાણા, બાફેલા બટાકાની કકડી, કેપ્સીકમના બારી કટકા, મીઠું, મરચું, હળદર, ખાંડ, દહીં, વાટેલાં અાદું-મરચાં, તલ, લીલા ધાણા અને તેલનું મોણ નાંખી ખીરું બાંધવું. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ખીરામાં ઈનો નાંખી, મિક્સ કરી, તરત પકોડા ઉતારવા. પેપર નેપકીન અથવા પેપર ઉર કાઢવા જેથી વધુ તેલ દેખાશે નહિ. લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.