લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)
 • 579 Views

લાલ મોટાં મરચાનું અથાણું (પંજાબી)

Ingredients - સામગ્રી

 • 50 ગ્રામ સૂકાં મરચાં
 • 50 ગ્રામ જીરું, 50 ગ્રામ સૂકા ધાણા
 • 50 ગ્રામ રાઈ
 • 50 ગ્રામ કાળાં મરી
 • 50 ગ્રામ મોટી એલચી
 • 25 ગ્રામ કલૌંજી
 • 5 ગ્રામ લવિંગ
 • 5 ગ્રામ તજ
 • 50 ગ્રામ વરિયાળી
 • 250 ગ્રામ તેલ (સરસવનું)
 • 1/2બોટલ વિનેગર
 • 1 કિલો લાલ મોટાં મરચાં
 • મીઠું, હળદર - પ્રમાણસર

Method - રીત

સૂકાં મરચાં, સૂકા ધાણા, જીરું, રાઈ, મરી, મોટી એલચી, કલૌંજી, લવિંગ અને તજને તેલમાં અલગ અલગ શેકી, ખાંડી ભૂકો કરવો. તેમાં મીઠું, હળદર, થોડું તેલ અને થોડો વિનેગર નાંખી, પેસ્ટ બનાવવી.

લાલ મોટાં મરચાંને ધોઈ, કોરા કરી, ડીંટા કાઢવાં. બે હાથ વચ્ચે દબાવી, અંદરથી ધીમે રહી, ડીંટાંના કાણા અાગળથી બી કાઢી નાંખવા. તેથી ફક્ત લાલ મરચાનું ભૂંગળું જ રહેશે. પછી તૈયાર કરેલી પેસ્ટને મરચાંના ભૂંગળામાં જેમ બને તેમ વધારે ભરવી. ભૂંગળું તૂટે નહિ તેની કાળજી રાખવી. વધેલી પેસ્ટ, વિનેગર અને તેલ બરાબર મિક્સ કરી, મરચાં, તેમાં રગદળી, બરણીમાં ભરી લેવાં.