રાઇસ કોર્ન રિંગ્સ
  • 307 Views

રાઇસ કોર્ન રિંગ્સ

Ingredients - સામગ્રી

  • ચોખા - ૧ વાટકીમકાઇના દાણા - ૧ વાટકી
  • મરચું - ૧ ચમચી, આમચૂર - ૧ ચમચી
  • હિંગ - ચપટી, તેલ - જરૂર પ્રમાણે
  • ગરમ મસાલો - ૧ ચમચી
  • કોર્નફલોર - ૧ ચમચો
  • મીઠું - સ્વાદ મુજબ

Method - રીત

ચોખાને બે-ત્રણ કલાક પલાળી રાખ્યા પછી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો. મકાઇના દાણાને એકદમ બાફી લો અને ઠંડા પડે એટલે ક્રશ કરી લો. હવે ચોખાની પેસ્ટમાં ક્રશ કરેલા મકાઇના દાણા, કોર્નફલોર, મીઠું અને બધો મસાલો ભેળવી ખૂબ ફીણો. કડાઇમાં તેલ ગરમ કરો અને મિશ્રણને ચકરી પાડવાના સંચામાં ભરી તેનાથી રિંગ્સ બનાવી તેલમાં ધીમી આંચે ક્રિસ્પી થવા દો. ગરમાગરમ ક્રિસ્પી રાઇસ રિંગ્સ સર્વ કરો.