રોઝ આઈસક્રીમ
  • 343 Views

રોઝ આઈસક્રીમ

એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી તેમાં નાખવો. પછી તેમાં ખાંડ નાખવી. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે ક્રીમ, મિલ્ક પાઉડર, થોડાક ગુલાબી રંગ અને રોઝ એસેન્સ નાખી, મિક્સરમાં મિક્સ કરવું.

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ
  • 3 ટેબલસ્પૂન અમૂલ સ્પે મિલ્ક પાઉડર
  • 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 250 ગ્રામ ખાંડ
  • 200 ગ્રામ ક્રીમ
  • નંગ-5 કાજુ, 5 બદામ
  • પિન્ક કલર, રોઝ એસેન્સ

Method - રીત

એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી તેમાં નાખવો. પછી તેમાં ખાંડ નાખવી. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે ક્રીમ, મિલ્ક પાઉડર, થોડાક ગુલાબી રંગ અને રોઝ એસેન્સ નાખી, મિક્સરમાં મિક્સ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં જમાવવા મૂકવો. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવો. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરવો. કાજુની કાતરી અને છોલેલી બદામની કાતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં મૂકવો બરાબર જામી જાય એટલે કાઢી લેવો.