રોઝ સંદેશ
  • 331 Views

રોઝ સંદેશ

એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. ઊભરો અાવે એટલે નીચે ઉતારી, તેમાં લીંબુના ફૂલનું પાણી બનાવી, ધીમે ધીમે નાંખી દૂધ ફાડી નાંખવું. બરાબર ફાટી જાય એટલે બધું પાણી કાઢી કોરું પનીર બનાવવું.

Ingredients - સામગ્રી

  • 1 1/2 લિટર દૂધ
  • 15 ગુલાબ મોટાં
  • દળેલી ખાંડ – પનીરથી અડધી
  • લીંબુના ફૂલ, રોઝ એસેન્સ, ચાંદીના વરખ
  • ચાંદીના વરખ (અૈચ્છિક)
  • સજાવટ માટે –
  • 2 ગુલાબના ફૂલ
  • થોડા દાડમના લાલ દાણા

Method - રીત

એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. ઊભરો અાવે એટલે નીચે ઉતારી, તેમાં લીંબુના ફૂલનું પાણી બનાવી, ધીમે ધીમે નાંખી દૂધ ફાડી નાંખવું. બરાબર ફાટી જાય એટલે બધું પાણી કાઢી કોરું પનીર બનાવવું. ગુલાબી પાંદડીઓ છૂટી કરી, ધોઈ, કોરી કરવી. પછી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. પનીરને બરાબર મસળી, તેનાથી અડધી દળેલી ખાંડ અને ગુલાબની પેસ્ટ નાંખી, બરાબર મિક્સ કરી, ધીમા તાપ ઉપર ગરમ કરવું. બરાબર ઘટ્ટ થાય એટલે ઉતારી રોઝ એસેન્સ નાંખી થાળીમાં ઘી લગાડી સંદેશ ઠારી દેવું. સાધારણ ઠંડુ થાય એટલે ચાંદીના વરખ લગાડી, કટકા કરવા.

અાકર્ષક સજાવટ – સંદેશને વધારે સુશોભિત કરવું હોય તો થાળીમાં ઠારી, થોડીવાર રેફ્રિજરેટરમાં મૂકવું. પછી કાઢી, બીબાથી અથવા ખૂબ નાની વાડકીથી ગોળ ચકતું કાપવું. કિનારને થોડે થોડે અંતરે દબાવી ફૂલ અાકાર કરવો તેના ઉપર ગુલાબની ઝીણી કટકીઓ લગાડી દેવી. વચ્ચે ત્રણ લાલ દાડમના દાણા ગોઠવવા. અાવી રીતે ગુલાબના ફૂલ જેવું રોઝ સંદેશ થશે તે અાકર્ષક લાગશે.