રશિયન સલાડ
 • 329 Views

રશિયન સલાડ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ ગાજર
 • 1 કપ મેયોનિઝ
 • 1 કપ ક્રીમ
 • 6 પાઈનેપલની સ્લાઈસ
 • 1 સફરજન
 • 1 કડક બાફેલું બીટરુટ
 • મીઠું, મરી, ખાંડ, સલાડનાં પાન, ચપટી સોડા

Method - રીત

વટાણા અને બારીક સમારેલી ફણસીને પાણીમાં થોડો સોડા નાંખી સાધારણ બાફવાં. ચાળળીમાં કાઢી, પાણી નિતારી લેવું. બટાકાને બાફી, છોલી, બારીક કટકી કરવી. ગાજરને છોલી અંદરનો સફેદ લીલો ભાગ કાઢી ઝીણા કટકા કરવા. બધું ભેગું કરી, મીઠું મરીનો પાઉડર અને દળેલી ખાંડ નાંખી, હલાવી તૈયાર કરવું. મેયોનીઝ અને ક્રીમ મિક્સ કરી તેમાં શાક નાંખી, સલાડ બાઉલમાં ભરવું. તેના ઉપર પાઈનેપલ અને સફરજનની સ્લાઈસથી સજાવટ કરી ફ્રિજમાં મૂકી, ઠંડું કરવું.