સેગો પેટીસ (ફરાળી)
  • 462 Views

સેગો પેટીસ (ફરાળી)

Ingredients - સામગ્રી

  • 50 ગ્રામ સાબુદાણા
  • 500 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ સિંગદાણા
  • 5 લીલાં મરચાં, કટક અાદું,
  • મીઠું, લીંબુનાં ફૂલ, તેલ - પ્રમાણસર

Method - રીત

સાબુદાણાને ધોઈ થોડા પાણીમાં પલાળી રાખવાં. ચાર-પાંચ કલાકે જ્યારે પોચા થાય અને ખીલી જાય એટલે મસળી નાંખવા અથવા વાટી લેવા.

બટાકાને બાફી લેવા. વધારે બફાઈ ફાટી અંદર પાણી ભરાય નહિ તેની કાળજી રાખવી, બટાકા છોલી, બે કલાક કોરા થવા દેવાં. પછી તેને વાટી નાંખવા. સિંગદાણાને સાધારણ શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. અાદું અને મરચાંને બારીક વાટવા. લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, ચાળણીમાં છૂટા કરી રાખા જેથી જરાકે પાણી રહે નહી.

બટાકાના માવામાં સાબુદાણા, સિંગદાણાનો ભૂકો, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા, લીંબુના ફૂલ અને મીઠું નાંખી, બરાબર મસળી તેમાંથી નાના લૂઅા પાડવા. તેની લંબગોળ અાકારની પેટીસ બનાવવી. પણીમાં તેલ મૂકી, સારું ગરમ થાય એટલે બે-ત્રણ પેટીસ મૂકી તળી લેવી. સામટી વધારે તળવી નહિ. અા પેટીસ ગરમ ગરમ વધારે સ્વાદિષ્ટ લાગે છે. ઠંડી પડતાં લોચા જેવી થઈ જાય છે.