250 ગ્રામ સાબદાણાને ધોઈ, થોડા પાણીમાં પલાળી રાખવા. ફૂરે અને પોચા થાય એટલે તેમાં 200 ગ્રામ બટાકાને બાફી, છોલી, માવો બનાવી અંદર નાંખવો. 100 ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી તેનો કરકરો ભૂકો, 100 ગ્રામ મોરિયાનો લોટ, મીઠું અથવા સિંધવ, વાટેલાં અાદું-મરચાં, ખાંડ, થોડા લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી, વડા બનાવવા. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે થોડાં થોડાં તળી લેવા.