સાલમ પાક
 • 3263 Views

સાલમ પાક

એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં સાલમનો પાઉડર નાંખવો. પેણીમાં થોડું ઘી લઈ, તેમાં બદામ-પિસ્તાં-ચારોળી અને મગજતરીનો પાઉડર નાંખી, શેકાય એટલેઉકળતા દૂધમાં નાંખવો.

Ingredients - સામગ્રી

 • 1 લિટર દૂધ
 • 15 ગ્રામ સાલમ (પાઉડર)
 • 200 ગ્રામ માવો
 • 200 ગ્રામ ખાંડ
 • 200 ગ્રામ ઘી
 • દરેક વસ્તુ 25 ગ્રામ – બદામ – પિસ્તાં, ચારોળી, મગજતરી
 • વસાણું – દરેક 1 ટેબલસ્પૂન – ધોળાં મરી, પીપર, સૂંઠ, ગંઠોડા,
 • કાળી મૂસળી, સફેદ મૂસળી, વાંસ કપૂર, 1 ટીસ્પૂન એલચીનો
 • ભૂકો 1/2 ટીસ્પૂન દરેક – કેસરની ભૂકી, જાવંત્રી, જાયફળ.
 • સજાવટ માટે – છોલેલી બદામની કતરી, પિસ્તાની કતરી, ચારોળી

Method - રીત

એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં સાલમનો પાઉડર નાંખવો. પેણીમાં થોડું ઘી લઈ, તેમાં બદામ-પિસ્તાં-ચારોળી અને મગજતરીનો પાઉડર નાંખી, શેકાય એટલેઉકળતા દૂધમાં નાંખવો. ફરી ઘી મૂકી, બધું વસાણું શેકી ખાંડ દૂધમાં નાંખવું. પછીથી દૂધમાં ખાંડ નાંખી, ઓગળે એટલે માવાને શેકી અંદર નાંખવો. ઘટ્ટ થાય એટલે એલચી, કેસર, જાવંત્રી અને જાયફળનો ભૂકો નાંખી લોચા જેવું થાય અને ઘી ઉપર દેખાય એટલે ઉતારી, થાળીમાં ઘીલગાડી પાક ઠારી દેવો. ઠરે એટલે ઘીને ગરમ કરી નાંખવું. બદામની કતરી, પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરવીં.