ખારી ચંપાકળી
  • 317 Views

ખારી ચંપાકળી

Ingredients - સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • 1 કપ ચણાનો લોટ
  • 1/2 ટીસ્પૂન ખાંડેલો અજમો
  • 1/4 કપ તેલ-મોણ માટે - પ્રમાણસર

Method - રીત

મેંદાનો અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર, અજમો અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. બે કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, સુંવાળી બનાવવી. કણકમાંથી પાતળી મોટી પૂરી વણી, તેની કિનાર તૂટે નહિ તેમ ઉભા કાપા પાડવા પછી બન્ને બાજુથી પૂરી ભેગી કરી, કળી જેવો અાકાર કરી, વળ અાપવો. પેણીમાં તેલ ગરમ કરી, તેમાં તળી લેવી.