નમકીન ખાજા
  • 401 Views

નમકીન ખાજા

Ingredients - સામગ્રી

  • 1 કિલો મેંદો
  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • 1 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1 ટીસ્પૂન કલોંજી
  • મીઠું, ઘી - પ્રમાણસર

Method - રીત

મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું નાંખી ચાળવો. પછી કલૌંજી અને મરીનો ભૂકો નાંખી તેની કણક બાંધવી. તેમાંથી લૂઓ લઈ લાંબી પાતળી પૂરી વણવી. તેના ઉપર ઠરેલું ઘી વધારે પ્રમાણમાં લગાડવું. પછી ઘીનો ભાગ નીચે રહે તેમ પૂરી ઠોકવી., અાથી લાંબી પૂરી થશે. તેને ત્રણ પડમાં વાળવી. લાંબો દોરી જેવો વીંટો થશે. તેનું ગોળ ગૂંછળું વાળી ફરી તેની પૂરી વણવી. પેણીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તેમાં પૂરી ધીમે તાપે તળવી. તેથી બધાં પડ છૂંટા થશે. બન્ને બાજુ તળાઈ જાય એટલે ઉતારી લેવી.