ખારો ખીચડો
  • 225 Views

ખારો ખીચડો

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ઘઉંના પાડા
  • 100 ગ્રામ મગની દાળ
  • 50 ગ્રામ લીલા વટાણા
  • 50 ગ્રામ તુવેરના લીલવા
  • 2 ડુંગળી, 7 કળી લસણ
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, તજ, લવિંગ

Method - રીત

ઘઉંના ફાડાને થોડા તેલથી મોઈ, સાધારણ શેકી લેવા. પછી ઘઉંના ફાડા, મગની દાળ, તુવેરના લીલવા અને લીલા વટાણામાં મીઠું અને પ્રમાણસર પાણી નાંખી અલગ અલગ કુકરમાં બાફી લેવા.

એક તપેલીમાં તેલ ગરમ કરી, તેમાં તજ-લવિંગ (અધકચરો ભૂકો)નો વગાર કરી, ડુંગળીનું કચુંબર વગારવું. બદામી થાય એટલે તેમાં ઘઉંના પાડા, મગની દાળ, તુવેરના લીલવા, વટાણા, થોડીક હળદર, મરચું, ખાંડ, વાટેલા અાદું-મરચાં અને વાટેલું લસણ નાંખી, હલાવી, ખૂબ ધીમા તાપ ઉપર સીજવા મૂકવો. ખીલી જાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી કોઈપણ દહીંની ચટણી સાથે પીરસવો.