નમકીન સતપડી
  • 181 Views

નમકીન સતપડી

Ingredients - સામગ્રી

  • 400 ગ્રામ મેંદો, 100 ગ્રામ ઘઉંનો લોટ
  • 1 ટેબલસ્પૂન જીરુંનો ભૂકો, 1 ટીસ્પૂન કલૌંજી
  • 25 ગ્રામ ચોખાનો લોટ, મીઠું, ઘી

Method - રીત

મેંદામાં ઘઉંનો લોટ ભેગો કરી ચાળી લેવો. તેમાં મીઠું, જીરુંનો ભૂકો, કલૌંજી અને ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. 1 કલાક ઢાંકીને રહેવાદેવી. પછી ખાંડીને સુંવાળી બનાવવી. ચોખાના લોટમાં ઘી નાંખી, ફીણી સાટો બનાવવો. કણકમાંથી લૂઓ લઈ, પાતળો મોટો રોટલો વણવો. પછી ચપ્પુથી સાત કાપા પાડી, ઉપર સાટો લગાડવો. પછીથી એક ઉપર એક કાપા વીંટતા જવું. સાત કાપા વીંટાઈ જાય એટલે ત્રિકોણ અાકારના કટકા કાપવા. પછી ત્રિકોણ અાકાર રહે તેમ વણીને ઘીમાં બદામી રંગની તળવી. ત્રિકોણ અાકારને બદલે ગોળ પૂરી પણ વણી શકાય.