તુવેરની દાળ, અડદની દાળ અને ચણાની દાળને ધીમે તાપે બદામી રંગની શેકી લેવી. સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં અલગ સાંતળવાં. મેથીને રતાશ પડતી શેકવી. ધાણા, મરી, લવિંગ, તમાલપત્ર અને હિંગને થોડા તેલમાં શેકવાં. પછી બધું ભેગું કરી, ગ્રાઈન્ડરમાં વાટી, મીઠું, હળદર નાંખી બરણીમાં મસાલો ભરી રાખવો. ઈડલી – ઢોંસા સાથે સંભાર બનાવતી વખતે અા મસાલો નાંખવો.