સેન્ડવિચ ટોસ્ટ
  • 351 Views

સેન્ડવિચ ટોસ્ટ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • 200 ગ્રામ વટાણા
  • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 1 પેકેટ સેન્ડવિચ બ્રેડ
  • મીઠું, ખાંડ, ગરમ મસાલો, તલ, માખણ - પ્રમાણસ

Method - રીત

બટાકાને બાફી, છોલી, મસળી લોચો બનાવવો. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, ગરમ મસાલો, લીંબનો રસ અને થોડી ખાંડ નાંખી તેમાં વટાણાને બાફીને નાંખવા. નાળિયેરનું ખમણ, 2 લીલાં મરચાંનાં કટકા, લીલા ધાણા, તલ અને મીઠું નાંખી, મસાલો તૈયાર કરવો. બ્રેડની સ્લાઈસ લઈ, તેના ઉપર માખણ લગાડી બટાકાનો માવો મૂકવો. તેની ઉપર લીલો મસાલો ભભરાવવો. પછી તેના ઉપર બીજી માખણ લગાડેલી સ્લાઈસ ઢાંકી દેવી. ટોસ્ટરમાં માખણ લગાડી તેમાં શેકવી. બદામી રંગ થાય એટલે ટોસ્ટરમાંથી સેન્ડવિચ ટોસ્ટ કાઢી લેવો. તેના બે કટકા કરી ચટણી સાથે પીરસવા.

ચટણી – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 25 ગ્રામ સીંગદાણા, 1 ઝૂડી લીલા ધાણા, 5 લીલા મરચાં, 7 કળી લસણ અને મીઠું નાંખી ચટણી વાટવી. 500 ગ્રામ ટામેટાને બાફી, સૂપના સંચાથી ગાળી રસ તૈયાર કરવો. એક તપેલીમાં તજ-લવિંગ (અધકચરા ખાંડી)નો વઘાર કરી, ચટણી સાંતળવી, તેમાં ટામેટાનો રસ, થોડું મીઠું અને ખાંડ નાંખી, રસાદાર ચટણી બનાવવી. સેન્ડવિચ ટોસ્ટ સાથે અા ચટણી સ્વાદિષ્ટ લાગે છે.