મેંદો અને રવો ભેગા કરી, તેમાં ગરમ ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. એક કલાક કણક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડીને સુંવાળી બનાવવી.
મેંદો અને રવો ભેગા કરી, તેમાં ગરમ ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. એક કલાક કણક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડીને સુંવાળી બનાવવી. તેની મોટી પૂરી વણી, તેના ઉપર ઘી અને કોર્નફ્લોર ફીણી સાટો બનાવી. પછી તેનો વીંટો વાળી કટકા કાપવા. કટકાને વળ ચઢાવી દાબી દેવા. તેની જાડી પૂરી બનાવી, ઘીમાં તળી ઉપર બૂરું ખાંડ ભભરાવવી.