સૌભાગ્ય સૂંઠપાક
 • 359 Views

સૌભાગ્ય સૂંઠપાક

ચણાના લોટમાં ઘી-દૂનો ધાબો લઈ, ચાળી, ઘીમાં બદામી રંગનો શેકવો. ઘઉંના લોટને ઘીમાં બદામી રંગનો શેકી, બન્ને લોટ ભેગા કરવા. તેમાં ખાંડેલી સૂંઠ, ખારેકનો ભૂકો, બદામ-પિસ્તાં-ચારોળીનો અધકચરો ભૂકો, શેકેલી ખસખસ અને કોપરાને છીણી તેના છીણને શેકીને અંદર નાંખવું.

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ સૂંઠ
 • 250 ગ્રામ ઘઉંનો લોટ
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 600 ગ્રામ ઘી
 • 600 ગ્રામ ખાંડ
 • 50 ગ્રામ બદામ
 • 100 ગ્રામ ખારેક
 • 100 ગ્રામ સૂકું કોપરું
 • 25 ગ્રામ પિસ્તાં
 • 25 ગ્રામ ચારોળી
 • 25 ગ્રામ ખસખસ
 • દરેક વસ્તુ 10 ગ્રામ – એલચી, પીપર, ધોળી મૂસળી, કાળી મૂસળી,
 • ગોખરુ, અાસન
 • દરેક વસ્તુ 5 ગ્રામ – તજ, ગંઠોડાં, સફેદ, મરી, તમાલપત્, નાગકેસર,
 • વાંસકપૂર, શતાવરી, બે અાની કેસર જાવંત્રી

Method - રીત

ચણાના લોટમાં ઘી-દૂનો ધાબો લઈ, ચાળી, ઘીમાં બદામી રંગનો શેકવો. ઘઉંના લોટને ઘીમાં બદામી રંગનો શેકી, બન્ને લોટ ભેગા કરવા. તેમાં ખાંડેલી સૂંઠ, ખારેકનો ભૂકો, બદામ-પિસ્તાં-ચારોળીનો અધકચરો ભૂકો, શેકેલી ખસખસ અને કોપરાને છીણી તેના છીણને શેકીને અંદર નાંખવું. પછી બધા વસાણાંને ખાંડી, ચાળી અંદર નાંખી બધું મિક્સ કરવું.

એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકળવા મૂકવું. 1 ચમચો દૂધ નાંખી, મેલ તરી અાવે તે કાઢી લેવો. કેસરને ગરમ કરો, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચાસણી અઢીતારી થાય એટલે મિશ્રણમાં નાંખી, હલાવી, થાળીમાં ઘી લગાડી, ઠારી દેવું. ઠરે એટલે ઘીને ગરમ કરી ઉપર ઠારવું.

નોંધ – અા પાક પ્રસૂતા સ્ત્રીઓને માટે ખૂબ ઉપયોગી છે.