સેવ ખમણી
  • 254 Views

સેવ ખમણી

Ingredients - સામગ્રી

  • 2 કપ ચણાની દાળ
  • 10 કળી લસણ
  • 1 નાનો ટુકડો આદુનો
  • 2 ટીસ્પૂન રાયના દાણા
  • 1 ટીસ્પૂન હળદર પાવડર
  • 1 ટીસ્પૂન ધાણા-જીરુ પાવડર
  • 1 ચપટી હીંગ
  • 5-7 ઝીણા સમારેલા લીલા મરચાં
  • 2-3 લીમડાંના પાન
  • 2 ટીસ્પૂન ખાંડ
  • 2 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • 1 કપ દૂધ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/2 કપ સમારેલી કોથમીર
  • 1 કપ ઝીણી સેવ
  • તેલ

Method - રીત

- ચણાની દાળને 3-4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. નિતારીને તેને ગ્રાઈન્ડ કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
- આદુ, લસણ અને મરચાંને એકસાથે પીસી લો.
- એક ઊંડા પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા ઉમેરો. રાયના દાણા ફૂટી જાય એટલે હીંગ ઉમેરો.
- ત્યારબાદ લીમડાના પાન, લસણ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીને એક મિનીટ સુધી સાંતળો.
- હવે તેમાં પીસેલી ચણાની દાળ, હળદર અને ધાણા-જીરુનો પાવડર ઉમેરો.
- ધીમી આંચ પર પાકવા દો. જો ચણાની દાળ બહુ સૂકી થઈ જાય તો દૂધ ઉમેરો.
- તેમાં મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરો અને તેલ છૂટુ ન પડે ત્યા સુધી પાકવા દો.
- સર્વ કરતા પહેલા લીલા ધાણા સાથે ગાર્નિશ કરો. તેના પર ઝીણી સેવ ભભરાવો.